Search This Blog

Wednesday 28 July 2021

દાતણ

દાતણ એટલે ૪’’ થી ૬’’ ઇંચના વનસ્પતિની ડાળીના ટૂકડા, જે સામાન્ય રીતે આંગળી જેટલી જાડાઇ ધરાવતા હોય. છાલ ધરાવતા હોય અને બરડ ન હોય.



દાંત પ્રત્યેની સભાનતા પ્રાચીન સમયથી જોવા મળી છે. આચાર્ય વરાહ મિહિરે રહેલા ગ્રંથ ‘બૃહતસંહિતા' ના ‘દંતકાષ્ટ લક્ષણ’ નામના અધ્યાયમાં  માં દાંતની માવજત માટે ઉપયોગી એવી વનસ્પતિઓનો ઉલ્લેખ છે. દંતકાષ્ટ એટલે દાંતણ માટે ઉપયોગી વનસ્પતિઓ, સાથે સાથે તેમાં કઈ વનસ્પતિઓનો ઉપયોગ દંતકાષ્ટ તરીકે ન કરવો તે પણ જણાવ્યું છે. અપરિચિત, ઝાડ પર સુકાઇ ગયેલ, અથવા છાલ વગરનું દાંતણ વાપરવું નહીં.


દાંતના વિવિધ રોગો માં જુદી જુદી ઘણી વનસ્પતિ ઉપયોગમાં આવે છે જેમાંથી મુખ્ય વનસ્પતિઓ નીચે મુજબ છે,


બાવળ :

આયુર્વેદ અનુસાર, મોઢાંમાં અવાર નવાર ચાંદા પડતાં હોય, દાંતના પેઢા ફુલી જતાં હોય, મોમાં ચીકાશ રહેતીહોય વગેરેમાં બાવળનું દાતણ લાભદાયી થઈ શકે.


બાવળનું દાતણ જ્યારે ચાવવામાં આવે ત્યારે એનો તૂરો રસ મોંની ચીકાશ દૂર કરવામાં સારો ભાગ ભજવે છે. એનાથી દાંતને થોડી કસરત પણ થઈ જાય અને એનાથી દાંત પણ સારી રીતે સાફ થઈ શકે છે.


બાવળના પર્ણ, થડની છાલ ફૂલ અને ફળનો ઉપયોગ મહદ અંશે દંત મંજન માં થાય છે. 


જામફળઃ - કોઇપણ જાતનો દંનરોગ દૂર કરવાના ૪- ૫ પાન ચાવવા, જામફળ ની ડાળીનું દાતણ કરવાથી મોઢામાં પડેલા ફોલ્લા દૂર થાય છે.


દાડમ - દાડમના પાંદડા, ફળના છોડ ચાવવાથી હાલના દાંત પેઢામાંથી લોહી નીકળતું હોય, પેદાનો સોજો અટકે છે. પાદડાના ચૂર્ણ મંજન તરીકે વાપરવાથી હાલના દાંત, તથા પેઢા મજબૂત બને છે.


વડ - વડની કુમળી લાકડી અથવા વડવાઇનું દાતણ કરવાથી પાયોરિયા મટે છે.


જાંબું: પાયોરિયાદૂર કરે, મોઢામાં પડેલા છાલાદૂર કરે.


લીમડો: - મોઢામાંથી દુર્ગંધ દૂર કરે અને દાંતના વિકાર દૂર કરે છે.


પીપળો: - પીપળાની તાજી તોડેલી ડાળખીનું દરરોજ દાતણ કરવાથી દાંત મજબૂત બને છે. મુખમાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે.


કરંજ : કરંજનું દાતણ કરવાથી દાંત/પેઢાનો દુ:ખાવો મટે છે.