Search This Blog

Friday 17 July 2020

Disposable Plate techniques of India

પત્રાવલી કે પત્તલ ની પ્લેટસ તમે જોઈ હશે, દશ વર્ષ પહેલા લગ્નમાં કે અન્ય પ્રસંગોમાં જમવા માટે જોવા મળતી આ પ્લેટસ આજના સમયમા જે લુપ્ત થઈ જવા પામી છે જેને  પ્લાસ્ટીક ના વિકલ્પ તરીકે ફરી ઉપયોગમાં લેવાની આજના સમયમાં ખરી જરૂર છે.

આવી પત્રાવલી  બનાવવા માટે ખાખરો, સાલ કે પછી કેળાના પાનનો ઉપયોગ થાય છે.

ખાખરો


ખાખરાના પાન ખાતર તરીકે પણ ઉપયોગમા લેવાય છે જેથી આ પ્લેટસ વપરાશ પછી પણ સારુ કામ કરી જાય છે.

ખાખરાના વૃક્ષ જે – FLAME OF FOREST તરીકે પણ ઓળખાય છે એ પવિત્ર વૃક્ષોમાનુ એક છે અને તેને – TREASURE OF GODS – પણ કહેવાય છે. 

સાલ

Leaf Plate - Sal Leaf Plate Manufacturer from Baripada

સાલ એ ભારતમાં લાકડાનો સૌથી મહત્વપૂર્ણ સ્રોત છે સાલ નું લાકડું ખાસ કરીને બારી બારણાં ની ફ્રેમ્સ બનાવવા માટે ઉપયોગી છે.

ઉત્તર અને પૂર્વીય ભારતમાં પતરાવલી અને પાનના બાઉલ ના ઉત્પાદન માટે સાલ ના સૂકા પાંદડા મુખ્ય સ્રોત છે, જે ભારતના કર્ણાટક  (દક્ષિણ કન્નડ, ગોકર્ણ) પ્રદેશોમાં ખોરાક માટે પાંદડાની પ્લેટો તરીકે ઉપયોગમાં લેવાય છે.

કેળ

કેળાના પાંદડા મોટા, ફ્લેક્સિબલ અને વોટરપ્રૂફ હોય છે, જે તેના પર રાંધવામાં અથવા પીરસવામાં આવતા ખોરાકને સુગંધ આપે છે;
સ્વાદ ઉમેરવા ઉપરાંત, પાંદડા વરખ ની જેમ જ ખોરાકને બર્નથી બચાવે છે. તમિળનાડુમાં કેળા ના પાંદડા ને  સંપૂર્ણ રીતે સુકાઈ જાય પછી ખાદ્ય પદાર્થો માટે પેકિંગ મટિરિયલ તરીકે ઉપયોગમાં લેવાય છે, અને પ્રવાહી રાખવા માટે બાઉલ જેવા આકારના પણ બનાવવામાં આવે છે.

Bananaleafrice001.jpg